expr:class='"loading" + data:blog.mobileClass'>

Sunday, 1 October 2017

INSTRUCTIONS FOR JNVST 2018 WITH FORM IN GUJARATI.

જવાહર નવોદય વિદ્યાલય યોજના પસંદગી પ્રવેશ પરિક્ષા ૨૦૧૮ માટે નાં જરુરિ સુચનો ગુજરાતી માંં.

(૧) ગુજરાત માં કુલ ૩૪ વિદ્યાલયો છે અને ૬ (છઠા) ધોરણમાં દરેક વિદ્યાલય માં ૮૦ વિદ્યાર્થી ને પ્રવેશ આપવામાં આવે છે. એટલે કે આખા ગુજરાત માં કુલ ૨૭૨૦ વિદ્યાર્થીઓ.

(૨) ૬ ધોરણમાં પ્રવેશ માટે ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫-૧૧-૨૦૧૭ છે.

(૩)   ફોર્મ વેબસાઇટ www.nvshq.org પર થી ડાઉનલોડ થઈ શકસે અથવા નિચે આપેલી લિંક પર
    થી  ડાઉનલોડ કરો.

(૪) ફોર્મ CSC ( common service centre ) માં ૩૫ રુપીયા ચાર્જ સાથે ભરી શકાસે. તેના માટે ગ્રામ       પંચાયત નો સમ્પર્ક કરવો. તથા એડ્મીટ કાર્ડ ના માત્ર ૧૦ રૂપીયા  આપવાના રહેસે.

(૫) ઉમેદવાર ૦૧-૦૫-૨૦૦૫ પહેલા અને ૩૦-૦૪-૨૦૦૯ પછિ જ્ન્મેલ ન હોવો જોઈયે.

(૬) ઉમેદવાર ૨૦૧૭-૧૮ શૈક્ષણીક વર્ષ માં ૫ માં ધોરન માં ભણતો હોવો જોઈયે.

(૭) જિલ્લાની ૭૫ ટકા સીટ રુરલ (ગામડા) ની ભરવામાં આવે છે.

(૮) તેથી ગામડા ની સીટ નો લાભ લેવા માટે ઉમેદવારે ધોરણ  ૩ ૪ અને ૫ ગામડા ની શાળા માં જ પુરુ કરેલુ હોવુ જોઈયે.

(૯) ઉમેદવાર ને કોઇ પણ સંજોગોમાં બીજી વાર પરીક્ષા આપવા દેવામાં આવતી નથી.

(૧૦) જો ઉમેદવારે ૩ ૪ અને ૫ એક દીવસ પણ શહેરની શાળા માં ભણેલ હસે તો ગામડા ની સિટ્નો લાભ મળતો નથી.

(૧૧) ૧/૩ સીટો છોકરીઓ માટે રાખવામાં આવે છે.

(૧૨) ૩ ટકા સીટો દિવ્યાંગો માટે રાખવામા આવે છે.

(૧૩) વાલી એ રહેઠાણ નો દાખલો મામલતદાર પાસેથી લેવાનો રહેસે. જે ફોર્મ ના પેઈજ નં ૧૫
      પર છે.

(૧૪) વાલી એ પ્રમાણ પત્ર વિદ્યાર્થી ભણતો હોય તે શાળા નાં આચાર્ય  પાસેથી લેવાનો રહેસે. જે ફોર્મ ના પેઈજ નં ૧૬ પર છે.

No comments:

Post a Comment

""